Oct 23, 2019

પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળ વિશે જાણવા જેવું...

પૃથ્વી નું ગુરુત્વાકર્ષણ બળ.... 
જ્યારે આપણે દડો આકાશ તરફ ફેકી
ત્યારે તે થોડા જ સમયમાં જમીન પર પાછો આવી જાય છે. વૃક્ષ પરથી તૂટતા ફળ પણ જમીન પર આવીને પડે છે. આ બધી વસ્તુઓ આકાશ તરફ કેમ નથી જતી ? એવા પ્રશ્નો આદિ માનવના મનમાં પણ આવતા હતા. પરંતુ તે જાણતા ન હતા કે આવું કેમ થાય છે ?
પૃથ્વી પ્રત્યેક વસ્તુને પોતાના તરફ ખેંચે છે તેથી વૃક્ષમાંથી તૂટેલાં ફળ જમીન પર પડે છે અને બેટથી ઉછાળેલ દડો પૃથ્વી તરફ ખેંચાઈ છે. પૃથ્વીના આ આકર્ષણ બળ ને ગુરુત્વાકર્ષણ બળ કહે છે. પૃથ્વી નું ગુરુત્વાકર્ષણ કેન્દ્ર પૃથ્વીની અંદર મધ્યમાં માનવામાં આવે છે. આ ગુરુત્વાકર્ષણ બળ ફક્ત પૃથ્વીમાં જ નહીં પરંતુ અન્ય ગ્રહો માં પણ છે. એટલું જ નહીં પરંતુ બ્રહ્માંડના દરેક પિંડ ની મધ્યમાં એક ગુરુત્વાકર્ષણ બળ સમાયેલું હોય છે. આ બળને કારણે જ ગ્રહો અને તારા આકાશમાં લટકી રહ્યા છે. આ આકર્ષણ બળ પર ચંદ્ર પૃથ્વીની ચારે બાજુ ફરી રહ્યો છે. ચંદ્ર પણ પૃથ્વીને પોતાની તરફ ખેંચે છે. સમુદ્રમાં ભરતી પણ ચંદ્ર ના ગુરુત્વ બળ ને કારણે આવે છે..!
પંદર મી સદીના અંત સુધી એવું માનવામાં આવતું હતું કે અલગ અલગ વજન ધરાવતી બે વસ્તુઓ કોઈ એક ઊંચાઈએ થી જમીન પર છોડવામાં આવે તો ભારે વસ્તુ હલકી વસ્તુ કરતાં જલદી જમીન પર આવશે. ગેલીલિયો નામના વૈજ્ઞાનિકે સૌ પ્રથમ ૧૫૯૦માં શોધી કાઢ્યું કે ભારે અને હલકી વસ્તુ એક જ ઊંચાઈએથી છોડવામાં આવે તો એક જ સમયે પૃથ્વી પર આવીને પડે છે. ગેલીલિયોએ પીસાના ઢળતા મિનારા પર જઈને બે ગોળા કે જેમાં એક ૪૫ કિ.ગ્રા.નો અને બીજો 50 ગ્રામનો હતો તે બંનેને એક સાથે છોડ્યા. હજારો
લોકોએ જોયું કે બંને ગોળી જમીન પર એક સાથે આવીને પડ્યા. ત્યાર બાદ ન્યુટન ગુરુત્વાકર્ષણ બળ નો સિદ્ધાંત શોધી કાઢ્યો.

No comments:

Post a Comment